બુધવાર, 1 જુલાઈ, 2009

કોંગ્રેસની દાઢ સળકી છે

કોંગ્રેસની દાઢ સળકી છે? હા ભાઈ હા.

આસામમાં (જે તે વખતે "નેફા" માં આવતું હતું) જ્યારે ૧૯૭૧માં કોંગ્રેસી નેતા ઈંદીરા ગાંધીને લાગેલું કે હવે આ રાજ્ય હાથમાંથી ગયું છે તેથી જ્યારે ફરીથી આઠમા દસકામાં સત્તા મળી ત્યારે તેમણે તેના છ ભાગ કરી નાખેલા. આસામ, અરુણાચલ, નાગાલેન્ડ, મીઝોરામ, મણીપૂર, ત્રીપૂરા.

હવે કોંગ્રેસને લાગેછે કે નરેન્દ્ર મોદીનું ગુજરાત હાથમાંથી ગયું છે.કયા કયા રાજ્યોનું વિભાજન કરવું તેનું એક લીસ્ટ કોંગ્રેસે બનાવ્યું છે. અને તાજેતરમાં જુદા જુદા છાપાંઓમાં પ્રગટ પણ કરવામાં આવ્યું છે. તેમાં સૌરષ્ટ્રનું (કચ્છ સહિતનું) નામ પણ લખવામાં આવ્યું છે. કોંગ્રેસનું ચાલે તો કચ્છ, ગોહિલવાડ, સોરઠ, હાલાર, મજોકોઠો, ઝલાવાડ, ગાયકવાડી અમરેલી, વિરાટ નગર, વલ્લભીપૂર, અને એવા બીજા ૧૦૧ સૌરાષ્ટ્રના ભાગ કરી નાખવાની ઈચ્છા રાખે છે.સૌરાષ્ટ્રના અલગ રાજ્યની ક્યારનીય મરી ગયેલી માગણી છે. પણ પ્રશ્નો અને સમસ્યાઓ ઉભી કરવી અને ચગાવવી એ કોંગ્રેસની તાસીર છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ક્ચ્છમાં કોંગ્રેસને સીટો મળી એટલે કોંગ્રેસની દાઢ સળકી છે. અને તેથી જો કેશુભાઈનો સાથ મળે તો કેશુભાઈ, સુરેશભાઈ અને સાથીઓના દિવાસ્વપ્નો ફળીભૂત થઈ શકે તેમ છે તેવી વાત પણ ચગાવી શકાય અને આંદોલન પણ ચલાવી શકાય. મોસાળનું જમણ અને મા પીરસનારી હોય તેવો ઘાટ ઘડી શકાય છે.ઝગડા કરાવો અને રાજ કરો એ કોંગ્રેસની નીતિ રહી છે.

સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં શ્રી નરેન્દ્ર મોદીની વિકાસની જરૂરીયાત ઉપર જ્ઞાતિવાદના અહંકારી રાક્ષસે વિજય મેળવ્યો તેથી કોંગ્રેસ રાજીનીરેડ થઈ ગઈ છે અને હવે કોંગ્રેસ ગુજરાતનું વિભાજન કરી સૌરાષ્ટ્ર અને કચ્છ કબજે કરવા માગે છે. તેથી તેને સમૂદ્રકિનારાનો લાભ પણ ઈતરપ્રવૃત્તિઓ માટે મળી જાય તે અને શ્રી નરેન્દ્ર મોદીનો એક હાથ કાપી લેવાય તે લટકામાં.